માટીના પૂતળા ના કર તું ગુમાન
ઝોકો હવા કેરો આવતા ભૂલશે તું ભાન...માટી
લખ ચોરાશી ફરતાફરતા આવ્યો આ સંસારે
ભૂલ્યો તું જૂનાં દુઃખો, સુખ લપટાયો શાને કાજ...માટી
ઘડી બે ઘડીનું નાટક તારું, છે એ બહુ દુખવાળું
છોડી માયા આ જગ કેરી, આખિર એમાં જ ભટકવાનું...માટી
છોડે કે ન છોડે એક દી છૂટશે આ જગ સારુ
ભલો બની તું છોડી બીજાને કલ્યાણ કરી લે તારું...માટી
ક્યારે આવે તેડું મોતતણું ન જાણે કોઈ સંસારી
ઝડપાઈ જશે તું સૂતોસૂતો ન કર તું ફિસિયારી...માટી
ખર્યું પાન પીળું આવ્યો હવા કેરો એક ઝોકો
હજુ સમજી જા, આજે મળ્યો માનવ કેરો મોકો...માટી