૨ : ૦૬ - સંસાર ...

સંસારમાં અનેક તાણમાં જીવું છું
વેદનાના પરિભ્રમણમાં ફેરફુદરડી ફરું છું
લાગુ ભલે શાંત ભાઇઓ બહારથી
અનેક સંઘર્ષમાં જીવું છું અંદરથી



જે હથિયાર ફેંકી દે છે તેની સાથે કોઇ લડતું નથી
જે પોતાની ઇચ્છાઓ છોડી દે છે તેને કોઇ નમાવી શકતું નથી



ભોજનમાં ભક્તિ મળે તો પ્રસાદ કહેવાય
મકાન રહેનારના દિલ મળે તો મંદિર કહેવાય
શબ્દોમાં જો સચ્ચાઇ ભળે તો મંત્ર કહેવાય
જીવનમાં જો સંયમ મળે તો સાધુ કહેવાય



અજ્ઞાની અંધકારમાં ભટકે છે
જ્ઞાની મહાઅંધકારમાં ભટકે છે



જે તપથી તનને તપાવે છે
જે મનથી સંસારનું મમત્વ ઘટાડે છે
જે ધનથી દાનમાં હાથ લંબાવે છે
જે આગમ વાંચી જીવન બદલાવે છે
જે મહાવીરના બતાવેલ માર્ગે ચાલે છે
તે આજ નહીં તો કાલ મોક્ષને પામે છે
પૃથ્વી સમું નહિ બેસણું, આભ સમું નહિ છત્ર
પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહિ મિત્ર