અણઉકેલ રહ્યો કોયડો, પુરુષ ના સમજ્યો સ્ત્રીને
બનવું પડશે પુરુષે સ્ત્રી, ખરેખર સમજવા સ્ત્રીને
દિવસભરની થાકેલ સ્ત્રીને પૂછ્યું નહીં, તું કેમ છે એને
આટલું સાંભળતા થાક ઊતરે, જીવનભરનો એને
સ્ત્રી આવે છે મા, પત્ની, બહેન, બેટી બની આ સંસારે
પુરુષ ટૂંકો પડે છે, કિંમત આંકતા આ સંબંધોના સથવારે
સ્ત્રી ડોલીમાં બેસી પિયર છોડે, વર્ષોના સાથીને વિદાય
આપે
પુરુષ શું જાણે આ વિદાયની પીડા, છોડી ચાલવું મૂકી
ઘરના સૌને
પ્રસૂતિની પીડા પુરુષ શું જાણે, સ્ત્રી એકલી એ જાણે
પુરુષ તો મેટરનિટીનું બિલ ભરી જાણે, પીડા એ શું જાણે
ઘરઆખાની ચિંતા લઇ, રાતે આગલા દિવસની ચિંતામાં
સોયે
પુરુષને ક્યાં ખબર છે, એ તો ઊંઘમાં ઘસઘસાટ સોયે
કાળના આ ચક્રમાં કોણ ક્યારે જાએ, એ કોઇ ન જાણે
પત્ની ન ઇચ્છે, બીજી શાદી, ભલે ચાલી જાય જવાની બેસહારે
ચક્ર કાળ કેરું એવું ફર્યું, પત્ની ગઇ, પતિ રહી ગયો એકલો
પતિ વિચારે હજુ મળી જાય બીજી, જીવનમાં થાઉં બેકલો
મા-સીતા સતી તરીકે ઘરઘર માનભેર પૂજાય
પુરુષ રહ્યો ભલે પરાક્રમી પણ સ્ત્રીનો મોલ ન અંકાય.
કોઇ પૂછે હવે કેમ લખ્યું, આ તો છે મનના ખેલ વહાલા,
બધું છોડી અહીં જાઉં, છતાં કેવી માયાજાળમાં ફસાયા.