૨ : ૧૨૫ - કુદરતની કરામત કાવ્ય

ચીંચીં કરતી ચકલી જોતાં થયું મને જ્ઞાન
ન કરે કાલની ચિંતા પંખીડાને કેવું ભાન...
મદમસ્ત ચાલતો ભરબજારે જોયો એક હાથી
જાણી રાજા ચાલે રૈયત વચ્ચે એવો એ મહારથી...
જોઇ ગર્જના સિંહ કેરી, જાણે ગગનમાં મેઘ ગાજે
ડરી ડરી સૌ પ્રાણી ભાગે, જીવ બચાવવા કાજે...
ટહુકો સાંભળી કોયલ કેરો મન મારું થનગન નાચે
જોઇ કલા કુદરત કેરી, લાગે ભર્યું આ માનવ કાજે...
આંખ પર હાથ રાખી, જોતો આકાશે ખેડુ ખેતરમાં
ભગવાન પર ભરોશો મૂકી, રાહ જોતો ભાવિની આશામાં...
મન મૂકીને વાદળ વરસે કુદરતની આ મહેર કેવી
ધરતી કેરી પ્યાસ બૂઝે, આશા ખેડૂત કેરી...
ઠંડી ને ગરમીમાં વળી વરસતા વરસાદમાં નાચે મનના મોર
ઇન્દ્રધનુષ્યના રંગ જોતા લાગે, મનનો માણીગર કેવો ચોર.