૨ : ૧૨૪ - સુવિચાર

‘‘રડવું હોય તો પુરુષાર્થ માટે રડજો
ભાગ્ય માટે રડશો નહિ, કારણકે
ભાગ્ય એ તો બંધ દાબડો છે, જ્યારે
પુરુષાર્થ તો ખુલ્લી કિતાબ છે.’’
‘‘બીજાના વાંક કાઢનાર માણસ
પોતાના અવગુણ જોવા માટે કદી
વિચારતો નથી. જે દિવસે માણસ
પોતાને જોતા શીખી જશે તે દિવસથી માણસ બદલાઇ જશે.’’
‘‘હું કંઇક છું એવું માનનાર જ્યારે હૃદયથી
બીજાને કહે છે, હું તમારા જેટલો હોશિયાર
નથી તે દિવસે માણસ માણસ ન રહેતા ‘‘ફકીર’’ બની
જાય છે.’’
‘‘રાત આખી જમીન પર વરસ્યો મેહ,
માટી તો ભીંજાઇ ગઇ, પથ્થર એના એહ.’’
‘‘હું-તું ની રમત મહીં, જીવનસંધ્યાએ પહોંચી ગયા,
છોડી હું-તુંની રમત, સ્વયંમાં વસી ઘણા મોક્ષે પહોંચી ગયા.’’
‘‘ધર્મ અને અધર્મની વાતો જ્યારે બંધ થાય છે
ત્યારે જ સાચા ધર્મની શરૂઆત થાય છે.’’
‘‘આકાશના ગ્રહો કોઇને નડતા નથી
માણસ માણસને નડે છે.’’