૨ : ૧૨૨ - કપુત બેટા

એક માતા હંમેશાં પોતાના પુત્રને કહેતી કે, મેં તને
નાનાથી મોટો ર્ક્યો, નવનવ મહિના પેટમાં રાખ્યો, પણ તું
મારું એક પણ કામ કરતો નથી, મારી એક પણ વાત
માનતો નથી. તું સપુત નહીં, પણ કપુત પેદા થયો છે.
દીકરો માની આ વાત સાંભળીસાંભળીને થાકી ગયો.
એક દિવસ માને મોઢે કહી દીધું કે, મૉં તું મને કપુતકપુત
કહીને દરરોજ મેણા ન માર. તે મને નવ મહિના પેટમાં
રાખ્યો એનું ભાડું લઇ લે, છેડો ફાડ, દરરોજ
સાંભળીસાંભળીને હું થાકી ગયો છું.
મા દીકરાની વાત સાંભળી એકદમ ભડકી ગઇ. દીકરાનો
કાન પકડી કહ્યું કે, ચાલ ગુરુદેવ પાસે, એ જે હિસાબ કરે
તે હું માનવા તૈયાર છું.
મા-દીકરો એક દિવસ ગુરુદેવ પાસે પહોંચ્યાં. ગુરુદેવ બહુ
જ્ઞાની હતા, બહુ અનુભવી હતા. છોકરાને ગુરુદેવે પૂછ્યું,
બેટા! ભાડે રહેતો હોય તે માણસ મકાનમાલિકના ઘરનાં
ટેબલ-ખુરશી વગેરે ચોરી લે તો આ ચોરેલ વસ્તુ માલિકને
પાછી આપવી પડે કે નહીં?
છોકરાએ કબૂલ ર્ક્યું કે, હા! એ આપવી પડે. તો હવે તું
સાંભળ... માણસના શરીરમાં ત્રણ ચીજ ‘‘મા’’ની હોય
છે અને ત્રણ ચીજ પિતાની હોય છે. હડ્ડી, વાળ અને નખ
એ પિતાના હોય છે અને માંસ, રક્ત અને મસ્તક માતાનાં
હોય છે.
પહેલા એક કામ કર. તું આ ત્રણ ચીજ માતાને પાછી
આપી દે. ભાડાનો હિસાબ પછી કરજે.
દીેકરો ગુરુની વાત સાંભળી સ્તબ્ધ થઇ ગયો. શરમનો
માર્યું મોઢું ઢીલું થઇ ગયું. બસ ત્યારથી એ કપુત એવો
સપુત થઇ ગયો કે ‘‘મા’’ ખુશખુશાલ થઇ ગઇ.
એક વખત માતાએ પાણી માગ્યું. પાણી લાવતા
દીકરાને થોડી વાર લાગી. એટલામાં ‘‘મા’’ને ઝોકું આવી
ગયું. દીકરો પાણી લાવીને માતાની જાગવાની રાહ જોતો
બે કલાક ઊભો રહ્યો. માતાને ઊઠવાની રાહ જોતો રહ્યો.
‘‘મા’’ ઊઠીને જુએ છે તો દીકરો પાણીનો ગ્લાસ લઇને
ઊભો છે. અરે, તું બેટા! ક્યારનો ઊભો છે?
‘‘મા’’ બે કલાકથી ઊભો છું. તું મને નવનવ મહિના
પેટમાં સાચવી શકતી હોય તો હુું તારા માટે લાવેલ પાણી
તને ખલેલ પહોંચાડ્યા વગર બે કલાક પકડી ઊભો ન રહી
શકું?
જુઓ, ગુરુએ કેવો સપુત બનાવી દીધો.
બસ આજ આટલું.