‘‘જીવનની સાર્થકતાને જાણવાની છે
જીવાતું જીવન કેટલું સાર્થક છે?
આત્મા તરફની ગતિનું લક્ષ્ય
એમાં સધાય છે કે પછી
આત્મા સિવાયની સઘળી બાબતો જોવા મળે છે!’’
‘‘માણસ માટે શાન્તિ સહજ છે, પણ
માણસ સ્વયં તેને ગુમાવે છે
અને પછી તે મેળવવા દોડ્યા કરે છે.’’
‘‘જેને આપણે જીવનની રોશની કહીએ
છીએ તેનાં અજવાળાં ફક્ત ચાર ડગલાં
સુધી ફેલાયેલાં હોય છે અને તેમાં જ આપણે
જીવનને સાધી લેવાનું હોય છે. જો તે ચૂકી
જઇશું તો ફરીથી તક ક્યારે મળે તે કહેવાય નહીં.’’
‘‘સંત કબીરે એક જગ્યાએ એમ કહ્યું છે કે,
જેમ દૂધ અને પાણીને અલગ કરી દેવું એ હંસનું
લક્ષણ છે તેમ જ એ હંસની ઓળખ છે, એવી જ રીતે
બધાં જડ દૃશ્યોથી પોતાના આત્મસ્વરૂપને અલગ સમજીને
અસંગ કરી દેવું એ વિવેકી પુરુષનું કામ છે. આ વિવેકી
પુરુષ દેહના કે બાહ્ય સિદ્ધિઓના અહંકારથી મુક્ત હશે.’’