જીવન અને મૃત્યુ એ એક જ સિક્કાની બે બાજુ છે.
એક છેડો એક બાજુ અને બીજો છેડો બીજી બાજુ. આનું
નામ જીવન અને મૃત્યુ.
જીવન જ્યાં છે ત્યાં મૃત્યુ નક્કી જ છે, પણ મૃત્યુ ક્યારે
થશે એ કોઈ જાણતું નથી. જાણે એક રહસ્ય હોય, એક
કોયડો હોય તેમ જીવનના અંત સુધી જીવનમાં રહી જાય
છે. વિરલ આત્મા જ આ વસ્તુને જાણી શકે છે અને
જીવનમાંથી મુક્તિ મેળવી શકે છે. બાકી બધા જ એક
નાટ્યગૃહમાં પ્રવેશતા અને નાટક પૂરું થતાં બહાર જતા
પ્રેક્ષકોથી વિશેષ નથી.
આપણે બધા જ જાણે એક નાટકના કલાકારની જેમ
જીવનભર અલગઅલગ પાત્ર ભજવતાભજવતા ઋદૃણ્દ્દ કરીએ
છીએ.
આપણે કેટકેટલાં પાત્ર ભજવીએ છીએ. પતિ-પત્ની
તરીકે, ભાઇ-બહેન તરીકે, પિતા-પુત્ર તરીકે, ગુરુ-શિષ્ય
તરીકે અલગઅલગ પાત્ર ભજવતાભજવતા જીવનના અંત
સુધી પહોંચી જઈએ છીએ, જાણે કે આપણે તો ક્યારેય
ઋદૃણ્દ્દ કરવાના જ નથી. જીવનભર અમરપટ્ટો લઈને
જીવવાના હોઈએ એમ લાગ્યા જ કરે છે, પણ આખિર
મૃત્યુ આવ્યા વગર રહેતું નથી.
મૃત્યુના નામમાત્રથી ડર લાગે છે, કારણકે આપણને
આપણા શરીર પરના મમત્વએ પકડી રાખેલ છે,
વાસનાઓએ પકડી રાખેલ છે, સંબંધોએ પકડી રાખેલ
છે, પણ મૃત્યુ એક દિવસ આ પકડમાંથી છોડાવી સંસારની
પાર લઈ જાય છે.
મૃત્યુ આપણને ગમતું નથી, પણ મૃત્યુ એ નક્કી છે. જો
કોઈ સંસારમાં મૃત્યુ પામે નહીં તો સંસાર પશુ-પક્ષી,
માનવથી ખીચોખીચ ભરાઈ જાય. નવા કોઈ જન્મ લઈ
શકે નહીં. વિચારો, આપણે જ્યાં ઊભા છીએ ત્યાં આપણી
નીચે કેટકેટલાં શબ દટાયેલાં છે. અસ્તિત્વ આખું એક
જીવન અને મૃત્યુથી જ ચાલે છે. આમાં ન તો જીવન
રોકાશે, ન તો મૃત્યુ રોકાશે, બન્નેની જરૂર છે અને તેનું
નામ જ જીવન છે.
જ્યારે આપણે મૃત્યુને સ્વીકારીએ છીએ ત્યારે આપણામાં
એક અમૂલ્ય પરિવર્તન આવે છે અને આ પરિવર્તન સત્યની
શોધ પર લઈ જાય છે. આપણને જીવન જીવવાની લાલસા
એટલી ગાઢ હોય છે કે આપણને યાદ નથી આવતું કે
‘‘મારું મૃત્યુ થવાનું છે.’’ જે આમાંથી જાગી જાય છે એ
બુદ્ધ કે મહાવીર જેવા નિર્વાણને પ્રાપ્ત કરી લે છે.