ન આપણે વસ્તુથી આપણી જાતને ભરી શકીએ છીએ
કે ન સંબંધોથી આપણે આપણી જાતને ભરી શકીએ.
સંબંધ એ પતિ-પત્નીનો હોય, મિત્ર-મિત્રનો હોય, બાપદીકરાન્
ાો હોય કે ગુરુ-શિષ્યનો હોય, જીવંત વસ્તુ સાથે જ્યાં
સુધી માલકિયતનો ભાવ છે ત્યાં સુધી ભરી શકાય નહીં.
પતિ માને છે કે પત્ની પર માલકિયત છે. જેવી
માલકિયત માને છે કે પત્ની મૃત થઈ ગઈ અને માલકિયત
મૃત વસ્તુ પર જ હોય. જીવંત વસ્તુ પર માલકિયત ન હોય
અને આ માલકિયત માટે નિયમ બનાવવામાં આવે છે.
ગુરુ શિષ્ય પર નિયમ નાખે અને શિષ્ય નિયમમાં બંધાઈ
જાય છે ત્યારે એ ‘મૂડદાલ’ બની જાય છે અને ગુરુ
માલિકપણાનો આનંદ અનુભવે છે, પણ આ આનંદ
ઝાઝો વખત ટકતો નથી. વસ્તુ જીવંત હોય કે મૃત, થોડા
વખતમાં ઊબ આવે છે. માણસ જ્યારે પોતે પોતા પર
માલકિયત મેળવી શકતો નથી ત્યાં સુધી બધું અધૂરું છે.
મહાવીરે કોના પર માલકિયત કરી? કોઈના પર નહીં,
છતાં ‘‘મહા-વીર’’ કહેવાયા. જે પોતાને જીતે છે એ
સંસારને જીતે છે, બાકી બધું પરાજિતમાં ફેરવાઈ જાય છે.
આપણી પાસે જે કંઈ છે એનાથી આપણે રજમાત્ર પણ
ભરેલા છીએ? નહીં. ગાડી છે, બંગલા છે, પત્ની છે, પુત્ર
છે, શિષ્ય છે, ગુરુ છે, પણ ખાલી ને ખાલી છીએ! છે
કોઈ ભરાયેલા?
પરિગ્રહ હંમેશાં આશ પર જીવે છે. ઘણુંબધું ભેગું કર્યું,
પણ પૂર્ણ થઈ ન શક્યા. પરિગ્રહ પર અપરિગ્રહની દૃષ્ટિ
હોય ત્યારે ભરી શકાય. જીવનભર ભેગું કરીએ કે હમણાં
ભરાશે, હમણાં ભરાશે, પણ પાત્ર ખાલી ને ખાલી જ રહી
જાય છે, છતાં આશા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી છૂટતી
નથી.
એક વખતની વાત છે. એક ભાઈએ ચોથી વાર લગ્ન
કર્યાં. ગામવાળાઓએ વિચાર કર્યો કે ભાઈએ ત્રણત્રણ
લગ્ન કર્યાં, પણ હજુ થાક્યો નથી. આપણે ભેટ
આપીઆપીને થાકી ગયા. એટલે બધાએ ભેગા મળીને
ભેટમાં એક તકતી આપી, એમાં લખેલ હતું કે... ‘‘અનુભવ
પર આશાનો વિજય’’.
જ્યારે પત્ની હતી ત્યારે પત્ની વિષે ખૂબ જ ખરાબ
બોલતો. જાય એટલે આંસુ સારે, ફરી પત્ની, ફરી આંસુ.
આમ ને આમ જીવન પૂરું કરે છે.
આપણે બધા જ આ જ રીતે જીવન વેડફી દઈએ છીએ.
અસંભવ વસ્તુને કરવા માટે આપણે વધારે ઉત્સુક
હોઈએ છીએ. ‘‘સોય’’ ન પરોવાય ત્યાં સુધી આપણે
સોય પરોવવાની કોશિશ કરતા જ રહીએ છીએ. આપણને
આમાં આનંદ આવે છે, પણ સોય જેવી પરોવાઈ જાય...
આનંદ પૂર્ણ.
પ્રેયસી જ્યાં સુધી પત્ની નથી બનતી ત્યાં સુધી સુખદ્
લાગે છે. જેવી પ્રેયસી પત્ની બની કે આનંદ ગયો.
બસ આટલું સમજ્યા પછી જો જાગશું તો જીવન સફળ
થશે એ જ આશા સાથે શબ્દોને વિરામ આપું છું.