૨ : ૧૦૭ - જાગીને જો

એક સમયની વાત છે. ઘણાબધા લોકો ચાલતાચાલતા
જાત્રાએ નીકળેલા. આમાં એક અંધ માણસ લકડીને
ટેકેટેકે ચાલતો હતો.
આ જોઇ એક દેખતા માણસને વિચાર આવ્યો કે ચાલ
તેની સાથેસાથે ચાલુ, ક્યાંક રસ્તામાં મારી જરૂર પડે તો હું
એને મદદ કરી શકું. એક-બે દિવસ સાથે ચાલતાચાલતા
મિત્રતા થઇ ગઇ.
એક વખત રસ્તામાં ઝાડ નીચે બન્ને રાત્રિમાં આરામ
કરવા સૂતા. ઠંડીની મોસમ હતી. બન્ને મિત્રો ગાઢ નિદ્રામાં
સૂતા હતા. સવારે ઠંડી વધતાં પેલા આંધળા માણસને
બાથરૂમ જવાની ઇચ્છા થઇ એટલે તેણે પોતાની લાકડી
માટે આમતેમ હાથ ફેરવ્યો. પહેલા તો લાકડી હાથમાં
આવી નહીં, પણ થોડી વાર પછી એક સરસ સુંવાળી
એકદમ સીધી લાકડી હાથ લાગી. લાકડીનો આકાર અને
લીસાપણું જોઇ ભગવાનનો આભાર માન્યો કે ભલે મારી
લાકડી હાથ ન લાગી પણ તેના બદલામાં એક સુંદર
લાકડી ભેટ આપી.
હવે આંધળો ઊભો થઇને બાજુમાં સૂતેલા મિત્રને એ
લાકડીથી ગોદો મારે છે! એને ઉઠાડવા કોશિશ કરે છે.
પેલો મિત્ર ઊઠે છે અને જુએ છે કે આંધળો માણસ
હાથમાં ઠંડીથી ઠૂઠવાઇ ગયેલ એક સાપ જે લાકડી જેવો
થઇ ગયેલ તેને પકડી ઊભો છે.
એ લાકડી ન હતી, પણ સાપ હતો એ આંધળાને
ખબર નહીં હો વાથી તેનો મિત્ર બુમ મારે છે કે, ભાઇ! તે  માણસ ખૂબ સમજાવે છે.
પેલો આંધળો સમજવા તૈયાર થતો નથી અને લાકડી લઇ
ચાલવા માંડે છે. આસ્તેઆસ્તે સૂરજ ઊગે છે અને ગરમી
વધતા ઠૂંઠવાયેલ સાપના જાનમાં જાન આવતાં જ એ
આંધળાને ડંખ મારી જતો રહે છે. આંધળો મૃત્યુ પામે છે.
બસ આવી જ રીતે સંસારના બધા વિષયો ઠૂંઠવાયેલ
સાપની જેમ સુંદર, રળિયામણા લાગે છે, પણ એ બધા
એક દિવસ ડંખ મારી આપણા જીવનને હણી લે છે. સંતો
આપણને સમજાવે છે કે, સંસારનાં સુખો ભલે સુંદર
લાગતાં હોય, પણ આખિર એ ભવસાગરમાં ડૂબાડે છે.
ઘણી વાર સંસારીને વિચાર આવે કે આપણાં જેવાં સુખો
સંતોને નથી એટલે આપણી અદેખાઇ આવે છે, પણ
ખરેખર અદેખાઇ નહીં, પણ આપણા પર અનુકંપા છે.
મહાવીરને કેવળજ્ઞાન થયા પછી ઉપદેશ આપવાની શું
જરૂર હતી. એમને પોતાનો રસ્તો સ્પષ્ટ દેખાતો હતો, પણ
માનવજાત પર અનુકંપાને હિસાબે ઉપદેશ આપી
માનવજાતને સંસારનાં દુઃખમાંથી મુક્ત કરવા કોશિશ
કરી. બતાવેલ રસ્તે ચાલવું કે ન ચાલવુ એ આપણી
ઇચ્છાની વાત છે. આજ આટલું બસ.