સુખ જોઇ ઇર્ષા કરતો નથી, શ્રીમંતની શ્રીમંતાઇ જોઇ,
સુખ જોઇ ઇર્ષા કરતો નથી, સત્તાધારીની સત્તા જોઇ,
સુખ જોઇ ઇર્ષા કરતો નથી, સૌન્દર્યવાનનું સૌન્દર્ય જોઇ,
દુઃખ જોઇ દુઃખી થાય છે, ગરીબોની ગરીબાઇ જોઇ,
દુઃખ જોઇ દુઃખી થાય છે, અસહાયની મજબૂરી જોઇ,
દુઃખ જોઇ દુઃખી થાય છે, બીમારની પીડા જોઇ,
આવા સુખ-દુઃખના ભાવો ભળી જાય દૂધ-પાણીની જેમ,
એક દિવસ ઘર છોડી બની જાય છે બુદ્ધ કે મહાવીરની જેમ,
જીવનમાં ઊતરી જાય વાત આટલી માનવ મહીં,
બુદ્ધ કે મહાવીર ભલે ન બને, સંત બનતા વાર નહીં.