એક વખત મંદિરમાંથી એક કરોડપતિ ભગવાનનાં દર્શન
કરી બહાર નીકળે છે, ત્યાં જ એક ભિખારી સામે આવે
છે.
ભિખારી કરોડપતિને કહે છે કે, ભગવાનના નામ પર
૧૦ રૂપિયા આપો ને! પેલો કરોડપતિ કહે છે, ભગવાનના
નામ પર રૂપિયા માગતા શરમ નથી આવતી.
ભિખારી બોલ્યો, હું તો ખુલ્લેઆમ બધાની સામે
ભગવાનના નામે ભીખ માગું છું, પણ તમે શું કરો છો?
તમે મંદિરમાં જઇ બે આંખ બંધ કરી બીજા ન દેખે
એમ ભગવાન પાસે ભીખ જ માગો છો. હું તો મારા પેટ
ખાતર ભીખ માગું છું, તમને તો ભગવાને કરોડો રૂપિયા
આપ્યા છે, છતાં તેની પાસે કંઇક ને કંઇક માગતા જ રહો
છો, હું મોટો ભિખારી કે તમે મોટા ભિખારી? કરોડપતિએ
આ ભિખારીની વાત સાંભળી ચાલતી પકડી.
ભિખારી સાચો હતો. આપણે બધા આ જ કરીએ
છીએ.