૨ : ૯૧ - રાધા ને કૃષ્ણ

રાધા એક દિવસ કૃષ્ણ સાથે ઝઘડી પડી. કૃષ્ણને કહે છે
કે, તમને મારા પર પ્રેમ જ નથી. ગોપીઓની આગળ-
પાછળ ફરતા રહો છો. કૃષ્ણ બોલ્યા, ગાંડી! તારી ભૂલ
થાય છે. હું તો તારી પાછળપાછળ ફરું છું. રાધા બોલી,
ખોટું ન બોલો. કૃષ્ણ કહે છે, સાંભળ! જો તારું નામ રાધા
છે ને?
હા, એમાં શું થયું? જો રામાં રની પાછળ શું છે? કાનો
છે! અને ધની પાછળ શું છે? કાનો છે! આ તારો કાનો
તારી પાછળપાછળ થયો કે નહીં. રાધા ખુશખુશ થઇ ગઇ,
આવી હતી કૃષ્ણની લીલા.