‘‘અલ્પ આયુ ને અલ્પ ગીત ગાયું છે
સુગંધ એવી જાણે હમણાં જ ફૂલ ખીલ્યું છે.’’
‘‘જે ક્રિયા વાસનાથી થાય છે એમાં કર્મબંધ
થાય છે અને જે ક્રિયા કરુણાથી થાય છે એમાં કર્મબંધન
નથી થતું.
ભગવાન મહાવીર બોલતા એમાં કર્મબંધન
નથી થતું, કારણકે એ કરુણાવસ બોલતા એને
થતું કે જે મને મળ્યું એ બીજાને પણ મળે.’’
‘‘પાપ ક્યારેય કરુણાથી થતું નથી, પાપ હંમેશાં વાસનાથી
થાય છે.’’
‘‘મહાવીર કેવળજ્ઞાન પછી ૪૦થી ૪૫ વર્ષ સુધી
નિરંતર સક્રિય હતા, તોપણ એને ક્રિયાનું
ફળ કેમ કંઇ ન થયું? બુદ્ધ પણ નિર્વાણ
પામ્યા એ પહેલાં ૪૦ વર્ષ સુધી સક્રિય હતા
એનું બંધન કેમ ન થયું? કારણકે એમાં ક્રિયાનું
લક્ષ નહોતું, એ માત્ર કરુણા હતી.’’
‘‘કરુણા અને પ્રેમ હંમેશાં, લક્ષ્યશૂન્ય છે,
વાસના અને ઇચ્છા હંમેશાં લક્ષ્યપૂર્ણ છે.’’
‘‘પ્રેમનું કોઇ લક્ષ્ય નથી હોતું,
પ્રેમ સ્વયં પોતાનું લક્ષ્ય છે.’’